પીએમ મોદીની મુંબઈ રેલી પહેલા બે શંકાસ્પદોની ધરપકડ
એક શંકાસ્પદ વ્યક્તિ પાસેથી રિવોલ્વર અને નકલી આઈડી મળી
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ મામલાની વધુ તપાસ કરી રહી છે

પીએમ મોદીની મુંબઈ રેલી પહેલા બે શંકાસ્પદોની ધરપકડ
એક શંકાસ્પદ વ્યક્તિ પાસેથી રિવોલ્વર અને નકલી આઈડી મળી
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ મામલાની વધુ તપાસ કરી રહી છે
મુંબઈઃ પીએમ મોદીની રેલી પહેલા પોલીસે બીકેસી સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી બે શંકાસ્પદોને ઝડપી લીધા હતા. ધરપકડ કરાયેલા શંકાસ્પદોમાંથી એક પાસેથી નકલી પીએમઓ આઈડી કાર્ડ મળી આવ્યું હતું. તેના સાથી પાસેથી બંદૂક મળી આવી હતી.
24 વર્ષીય યુવક પ્રધાનમંત્રી કાર્યાલયનો એક વરિષ્ઠ અધિકારી હોવાનો દાવો કરીને પરિષરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રિવોલ્વોર સાથે અટકાયત કરાયેલ શંકાસ્પદ વ્યક્તિની સાથે એક અંગરક્ષક પણ હતો.
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં થવાનો હતો તેમાંથી બે શંકાસ્પદોની ધરપકડ કરાઇ હતી.
એક શખ્સની ઓળખ 24 વર્ષીય રોહન પારેખ તરીકે થઈ છે. રોહન પારેખે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) નો અધિકારી હોવાનો દાવો કર્યો હતો. તપાસ કરતાં, તેની પાસેથી નકલી પીએમઓનું ઓળખપત્ર મળી આવ્યું હતું. આરોપી સાથે આવેલા એક વ્યક્તિ પાસેથી બંદૂક પણ મળી આવી હતી.
મુંબઈ પોલીસના જણાવ્યાં અનુસાર, 7 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરાયેલા યુવકે નકલી આઈડીનો ઉપયોગ કરીને સ્થળમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં તૈનાત પોલીસ અધિકારીઓની સતર્કતાને કારણે, તેને રોકવામાં આવ્યો અને તેનું આઈડી કાર્ડ નકલી હોવાનું જાણવા મળ્યું હતું.
આ પછી, આરોપી અને તેના સાથી વિરુદ્ધ બીકેસી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. પોલીસ બંને આરોપીઓના મોબાઇલ ફોન, દસ્તાવેજો અને સામાનની તપાસ કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે વિશ્વના સૌથી મોટા ફિનટેક કોન્ફરન્સમાંના એક ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026નું ઉદ્ઘાટન કરવાના છે. આ ચાર દિવસીય કોન્ફરન્સની થીમ ધ પોટેન્શિયલ ફોર ઇમ્પેક્ટ છે. એજન્ટિક AI, ટોકનાઇઝેશન, ક્વોન્ટમ - ટ્રસ્ટેડ, કનેક્ટેડ, ગ્લોબલ સિસ્ટમ્સ ફોર ઇન્ક્લુઝિવ ફાઇનાન્સ - એજન્ડા પર છે.







