કોલકાતાઃ પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટા ફેરફાર સાથે હવે નવા મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીના નામ પર મ્હોર વાગી ગઇ છે. ભાજપે 207 બેઠકો સાથે ભવ્ય જીત મેળવ્યાં બાદ હવે નવી સરકારની રચનાની પ્રક્રિયા તેજ બની છે.

સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે અને તેમની પાસે ગૃહ મંત્રાલયનો હવાલો પણ રહેશે. ઉપરાંત રાજ્યમાં વહીવટી સંતુલન જાળવવા બે ડેપ્યુટી CM બનાવવાનો નિર્ણય લેવાયો છે.

રૂપા ગાંગુલીના નામ પર પ્રથમ નાયબ CM તરીકે મ્હોર લાગી ચૂકી છે. બીજા નાયબ CM તરીકે દાર્જિલિંગના એક પુરુષ ધારાસભ્યની નિમણૂંક થશે.