જયપુરઃ કરધણી પોલીસ સ્ટેશન વિસ્તારના ગોવિંદપુરામાં એક પરિવારના ચાર સભ્યોની ક્રૂર હત્યા કરી નાખનામાં આવી છેે. એક શખ્સે પોતાની પત્ની અને ત્રણ પુત્રીઓની હત્યા કરી નાખી છે. ઘરની અંદર ચાર લોહીથી લથપથ મૃતદેહો મળી આવતા પડોશીઓ ભયભીત થઈ ગયા છે. હત્યા બાદ આરોપી ફરાર છે અને પોલીસની ટીમ તેની શોધખોળ કરી રહી છે.
હૈવાન બન્યો પતિ અને એક બાપ, પત્ની અને ત્રણ પુત્રીઓની સનસનીખેજ હત્યા, પછી વૃદ્ધ પિતા માટે ચા બનાવીને ભાગી ગયો

ચારેયના માથામાં પથ્થરથી અનેક ઘા કર્યા
આરોપી રાહુલ ઝાએ શુક્રવારે સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે પોતાના ઘરમાં પત્ની અને ત્રણ પુત્રીઓની હત્યા કરી હતી. પુત્રીઓની ઉંમર 17 થી 23 વર્ષની વચ્ચે હતી, રાહુલે ઇંટ અને પથ્થરથી ચારેયના માથા પર વારંવાર ઘા કર્યા હતા, આ ભયાનક હુમલામાં ચારેયના ઘટના સ્થળે મોત થયા હતા.
પત્ની અને પુત્રીઓની હત્યા કર્યાં પછી, રાહુલે સવારે 6 વાગ્યાની આસપાસ તેના વૃદ્ધ પિતા લક્ષ્મીનાથ ઝા માટે ચા બનાવી હતી, ત્યારબાદ આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ કૌટુંબિક ઝઘડો હતો.
માતા અને પુત્રીઓની હત્યા કરવામાં આવી ત્યારે તેઓ સૂતા હતા
માતા અને પુત્રીઓ સૂતા હતા ત્યારે તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસને લોહીથી ખરડાયેલા કપડાં મળી આવ્યાં હતા, જેની FSL ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું કે ત્રણેય પુત્રીઓ અને તેમની માતા ઘરે ગાઢ નિંદ્રામાં હતી, ત્યારે તેમના માથા પર ભારે પથ્થરથી હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. પોલીસ હાલમાં આરોપીની શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચો
Mumbai news:મુંબઈમાં ત્રણ ગુજરાતીઓની સામૂહિક આત્મહત્યા, આર્થિક સંકટથી કંટાળીને ઝેર ગટગટાવ્યું

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં રામલીલા મેળામાં અંધાધૂંધ ગોળીબાર, ત્રણ લોકોનાં મોત

જંતર- મંતર હવે વિરોધ પ્રદર્શન કરવાનું સ્થળ નહીં રહે, પોલીસે ત્રણ નવા સ્થળો નક્કી કર્યા

અતિ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું અર્નબ, 28 ઓક્ટોબરે આંધ્રના દરિયાકાંઠે લેન્ડફોલ


Mumbai news: મુંબઈમાં ત્રણ ગુજરાતીઓની સામૂહિક આત્મહત્યા, આર્થિક સંકટથી કંટાળીને ઝેર ગટગટાવ્યું

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં રામલીલા મેળામાં અંધાધૂંધ ગોળીબાર, ત્રણ લોકોનાં મોત

જંતર- મંતર હવે વિરોધ પ્રદર્શન કરવાનું સ્થળ નહીં રહે, પોલીસે ત્રણ નવા સ્થળો નક્કી કર્યા









