કેરેબિયન ટાપુ સમૂહ દેશ બહામાસમાં વિમાન ક્રેશની દુર્ઘટના
નાસાઉઃ બહામાસમાં નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. આ દુર્ઘટના બાદ સરકારે ફ્લેમિંગો એરની ફ્લાઇટ્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરવી પડી હતી. આ દુર્ઘટના ટાપુસમૂહની રાજધાની નાસાઉની પશ્ચિમે આવેલા નોર્થ એન્ડ્રોસ નજીક સર્જાઈ હતી. ઘટના બાદ બહામાસના વડાપ્રધાન ફિલિપ બ્રેવ ડેવિસે જણાવ્યું હતું કે એક વ્યક્તિ બચી ગઈ છે. જો કે બાદમાં તેમણે પત્રકાર પરિષદમાં પુષ્ટિ કરી હતી કે તે વ્યક્તિનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું. પીડિતોની ઓળખ જાહેર કરવામાં આવી નથી.













