કાઠમંડુ: નેપાળની ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળી આવ્યાં છે. નેપાળ પોલીસ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર 4,898 લોકો હજુ પણ ગુમ છે.
પોલીસના જણાવ્યાં અનુસાર 1,344 મૃતદેહો મળી આવ્યાં છે જેમાં 489 પુરુષો, 269 મહિલાઓ, 52 છોકરાઓ અને 33 છોકરીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 501 મૃતદેહોના આંશિક શરીરના ભાગો પણ મળી આવ્યાં છે, જેની હજુ સુધી ઓળખ થઈ નથી.
4,898 ગુમ થયેલા લોકોમાં 4,250 નેપાળી અને 618 વિદેશીઓનો સમાવેશ થાય છે. ગુમ થયેલા નેપાળી નાગરિકોમાંથી 2,448 પુરુષો અને 482 મહિલાઓ છે. પોલીસે જણાવ્યું હતું કે 1,350 લોકોના ગુમ થયાની માહિતી ફોન દ્વારા પ્રાપ્ત થઈ હતી.
અત્યાર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 8,631 લોકોને જીવતા બચાવ્યાં છે. તેમાં 7,387 નેપાળી અને 1,244 વિદેશીઓનો સમાવેશ થાય છે. પૂરથી બેઘર થયેલા 3,655 લોકોને હાલમાં વિવિધ હોલ્ડિંગ સેન્ટરોમાં રાખવામાં આવ્યાં છે.














