ફ્લોરિડાઃ રવિવારે અમેરિકાના ફ્લોરિડામાં એક જેટ ક્રેશ થતા પાઇલટ સહિત સવાર તમામ 9 લોકોનાં મોત થયા છે. વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. વિમાન ક્રેશ થતાં જ આગના ગોળામાં ફેરવાઇ ગયું હતું, યુએસ ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફીએ તમામ 9 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.
અહેવાલો અનુસાર, લિયરજેટ 60 વિમાન ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઉડાન ભરીને બહામાસ જઈ રહ્યું હતું. ઉડાન દરમિયાન વિમાન અચાનક દક્ષિણ ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં એક રસ્તાની નજીક તૂટી પડ્યું અને ક્રેશ થયું હતું. ટક્કર થતાં વિમાનમાં આગ લાગી અને એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો.













