30 ઓક્ટોબરના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં એસીબીએ જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં એવા પુરાવા મળ્યાં છે કે શિખર અગ્રવાલે ગોયલ ફેશન્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરો સાથે મળીને અનંતા બ્રાન્ડ હેઠળ રિસોર્ટ ચલાવતી કંપનીને અનુચિત લાભો પૂરા પાડ્યાં છે.
એવો આરોપ છે કે અગ્રવાલ વિવિધ સરકારી હોદ્દાઓ પર હતા, પરંતુ કંપનીને રિસોર્ટના બાંધકામની શરતોમાં છૂટછાટ આપવામાં આવી હતી. જરૂરી પ્રમાણપત્રોની યોગ્ય ચકાસણી કર્યા વિના મંજૂરીઓ આપવામાં આવી હતી, અને ખાસ નાણાંકીય પેકેજો ઓફર કરવામાં આવ્યાં હતા. ACBનો દાવો છે કે આ નિર્ણયોથી રાજ્ય સરકારને નાણાંકીય નુકસાન થયું હતું. રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમ 17A હેઠળ વિગતવાર તપાસને મંજૂરી આપી છે.
ACB તપાસ મુજબ, અગ્રવાલ અને તેમના પરિવારે સપ્ટેમ્બર 2023 અને માર્ચ 2026 વચ્ચે ઉદેપુરના બુજડા અને અલવરના અજબગઢમાં સ્થિત બે અનંતા રિસોર્ટ્સમાં 40 મિલકતો ખરીદી હતી. તેમની કુલ કિંમત આશરે રૂ.6.16 કરોડ હોવાનો અંદાજ છે.
સપ્ટેમ્બર 2023 માં રિસોર્ટમાં 20 કોટેજ ખરીદવામાં આવ્યાં હતા, જ્યારે માર્ચ 2026 માં અલવર રિસોર્ટમાં 20 વિલા ખરીદવામાં આવ્યા હતા. અગ્રવાલ અને તેમની પત્ની ઉપરાંત, મિલકતો તેમના બે પુત્રો અને પ્રશાખા માથુરના માતા- પિતાના નામે નોંધાયેલી હતી.
ACB અનુસાર અગ્રવાલ અને તેમની પત્નીના નામે 10-10 વિલા ખરીદવામાં આવ્યાં હતા. અલવરમાં મિલકતો પણ પરિવારના સભ્યોના નામે નોંધાયેલી હતી. એજન્સીને શંકા છે કે કેટલાક વિલા બજાર મૂલ્ય કરતાં ઘણી ઓછી કિંમતે ખરીદવામાં આવ્યાં હતા.
એસીબી એ પણ તપાસ કરી રહી છે કે શું શિખર અગ્રવાલે તેમના જાણીતા આવકના સ્ત્રોતોથી વધુ સંપત્તિ મેળવી છે. તપાસમાં IAS અધિકારી, કંપનીના ડિરેક્ટરો અને અન્ય સંબંધિત વ્યક્તિઓની ભૂમિકાઓની તપાસ કરવામાં આવશે. આ બધા આરોપો હાલમાં તપાસ હેઠળ છે, એજન્સી દ્વારા સંપૂર્ણ તપાસ કર્યા પછી જ આ મામલાનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.