Fact Check: એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નાગપુર વિધાન પરિષદ (MLC) ની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ ઉજવણીનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસના ઝંડા સાથે નાચતા જોવા મળી રહ્યાં છે. gujaratpost ને જાણવા મળ્યું કે આ વીડિયો 19 ઓક્ટોબર, 2026 ના રોજ કોલ્હાપુરમાં ગોકુલ દૂધ સંઘની ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોની જીત બાદની ઉજવણીનો છે.
ચાર રાજ્યોમાં યોજાયેલી MLC ચૂંટણીમાં કોંગ્રેસની કામગીરી પર વડાપ્રધાન મોદીએ કટાક્ષ કરતા પૂછ્યું હતું કે, અનુમાન કરો કોંગ્રેસને કેટલી બેઠકો મળી ?, નાગપુરમાં ભાજપને હરાવ્યાં બાદ કોંગ્રેસે મુંહતોડ વળતો જવાબ આપ્યો હતો. નોંધનીય છે કે નાગપુર RSSનું મુખ્યાલય છે. આ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો ગૃહ જિલ્લો પણ છે. મહારાષ્ટ્રમાં નાગપુર ગ્રેજ્યુએટ મતવિસ્તારના પરિણામો 29 ઓક્ટોબરના રોજ જાહેર થયા હતા, જેમાં કોંગ્રેસના વર્તમાન MLC અભિજીત વણજારીએ ભાજપના ઉમેદવાર સુધાકર કોહલેને લગભગ 3,271 મતોથી હરાવ્યાં હતા.













