ચેન્નઇઃ અમેરિકાની કંપની એપ્પલે ભારતમાં તેના લેટેસ્ટ ફ્લેગશીપ સીરીઝ iPhone 11નું મેન્યુફેકચરિંગ શરૂ કરી દીધું છે. iPhone 11ને ચેન્નઇની પાસે Foxconnના પ્લાન્ટમાં બનાવાઇ રહ્યો છે. જો કે આ પહેલો પ્રસંગ નથી જ્યારે એપ્પલ ભારતમાં આઇફોન બનાવી રહ્યું છે. અગાઉ પણ કંપનીએ કેટલાક મૉડલ ભારતમાં એસેમ્બલ કર્યાં છે. પરંતુ પ્રથમવાર કંપનીએ ફ્લેગશીપ સીરીઝને ભારતમાં બનાવવાનું શરૂ કર્યું છે.
એક રિપોર્ટ અનુસાર આવનારા સમયમાં એપ્પલ ભારતમાં તેનું પ્રોડક્શન વધારશે, પરંતુ આ અનેક તબક્કામાં હશે.એટલું જ નહીં રિપોર્ટમાં એવું કહેવાયું છે કે કંપની આવનારા સમયમાં ભારતમાં iPhone 11 બનાવીને બીજા દેશોમાં એક્સપોર્ટ પણ કરી શકે છે. ભારતમાં આઇફોન પ્રોડક્શનથી અહીં આઇફોન સસ્તા થઇ શકે છે, પરંતુ તેની કોઇ ગેરંટી નથી. લોકલ મેકિંગના કારણે કંપની 22% સુધી ઇમ્પોર્ટ ટેક્સ બચાવી શકે છે અને iPhone 11ને ભારતમાં કેટલીક ઓછી કિંમતે પણ વેચી શકે છે.
કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયુષ ગોયલે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેમણે લખ્યું કે,‘મેક ઇન ઇન્ડિયા માટે આ મહત્વપૂર્ણ બૂસ્ટ છે. એપ્પલે ભારતમાં iPhone 11 બનાવવાનું શરૂ કરી દીધું છે, પ્રથમવાર એપ્પલ ભારતમાં ટૉપ ઑફ ધ લાઇન મૉડલ બનાવી રહી છે.













