નવી દિલ્હીઃ પ્રીમિયમ સ્માર્ટ ફોન બનાવતી કંપની એપલ (Apple)ની આવનારી સિરીઝ iPhone 12ની લોકો આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યાં છે. એપલની આ 12 સીરિઝ 12 કે 13 ઓક્ટોબરનાં રોજ લોન્ચ થાય તેવી શક્યતા છે. અગત્યની વાત એ છે કે, તેનો ભાવ લોન્ચ પહેલાં જ લીક થઇ ગયો છે.
લીક રિપોર્ટ મુજબ, Apple iPhone 12 Pro Max નાં 128GB વેરિએન્ટનો ભાવ આશરે 80,500 રૂપિયાથી શરૂ થશે. તેનાં 256GB વેરિએન્ટનો ભાવ આશરે 88,000 રૂપિયા અને 512GB સ્ટોરેજ વાળા ફોનનો ભાવ આશરે 1,02,500 રૂપિયા હશે. iPhone 12 Pro Max એપલનો પહેલો સ્માર્ટ ફોન હશે જે 6GB રેમની સાથે લોન્ચ થશે.
Apple iPhone 12 Pro નાં 128GB સ્ટોરેજ વેરિએન્ટોન ભાવ 999 ડોલર એટલે કે 73,000 રૂપિયાથી શરૂ થશે. તેનાં 256GB વેરિએન્ટનો ભાવ આશરે 80,500 રૂપિયા અને 512GB વેરિએન્ટનો ભાવ આશરે 95,000 રૂપિયા થશે.બીજી તરફ iPhone 12 Pro Max નાં શરૂઆતનો ભાવ 80,500 રૂપિયા હોવાની વાત કરી છે.
રિપોર્ટ મુજબ Apple iPhone 12 અને iPhone 12 Pro માં 6.1 ઇંચની ડિસ્પ્લે હશે. iPhone 12નાં 64GB સ્ટોરેજ વેરિએન્ટનો ભાવ 749 એટલે કે 55,000 રૂપિયા હશે. આ સાથે જ 128GB વાળા વેરિએન્ટનો ભાવ 58,500 રૂપિયા હશે, જ્યારે 256GB સ્ટોરેજ વેરિએન્ટનો ભાવ 66,000 રૂપિયા હોઇ શકે છે.













