આઈફોન કંપની એપલને 2018ની ઓક્ટોબર- ડિસેમ્બરનાં મહિનામાં 1.41 લાખ કરોડ(1,997 કરોડ ડોલર) રૂપિયાનો નફો થયો છે. જે 2017નાં ડિસેમ્બર મહિનામાં 1% ઓછો છે. આ ઉપરાંત રેવન્યૂમાં 4.5%માં ઘટાડો નોંધાયો છે. જે 5.97 લાખ કરોડ રૂપિયા(8,431 કરોડ ડોલર) રહ્યો હતો. ચીનમાં આઈફોનનાં ઓછા વેચાણ અને ધંધામાં મંદીને કારણે આ ઘટાડો નોંધાયો છે. 2017નાં ડિસેમ્બરની તુલનામાં એપલ 15% ઓછા આઈફોનનું વેચાણ કરી શકી હતી. એપલનું 60% રેવન્યૂ આઈફોનનાં વેચાણથી થાય છે.

17 વર્ષમાં પહેલી વખત ડિસેમ્બરનાં ત્રિમાસિક ગાળામાં એપલનાં નફા અને રેવન્યૂમાં ઘટાડો નોંધાયો છે. અગાઉ 2011માં પણ આ પ્રકારની પરિસ્થિતિ બની હતી. એપલ માટે ડિસેમ્બરના ત્રિમાસિકમાં રજાઓનાં કારણે વેચાણમાં વધારો થતો હોય છે.