ગાંધીનગરઃ પાટનગરમાં એસીબીએ સપાટો બોલાવી દીધો છે. મનપાની CNCD શાખામાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારી જયદીપસિંહ રાજપૂત 22,000 રૂપિયાની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન અને નાગરિક સંરક્ષણ (CNCD) શાખામાં કામ કરતા જયદીપસિંહ રામસિંહ રાજપૂતે ફરિયાદીના ઢોર ન પકડવા અને તે અંગે કેસ ન કરવાના બદલામાં લાંચ લીધી હતી.













