જયપુરઃ રાજસ્થાનના સીકરમાં થયેલા NEET 2026 પેપર લીક કેસમાં તપાસ એજન્સીઓ સતત મહત્વપૂર્ણ ખુલાસા કરી રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આખું નેટવર્ક હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ફેલાયેલું હતું અને પરીક્ષા પહેલા લાખો રૂપિયામાં પ્રશ્નપત્રો વેચાઈ રહ્યાં હતા. આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ બાદ, તપાસ એજન્સીઓ હવે સમગ્ર પેપર લીક સિન્ડિકેટને તોડી પાડવા માટે કામ કરી રહી છે.
જામવરમગઢના રહેવાસી બે ભાઈઓ, માંગીલાલ બિવાલ અને દિનેશ બિવાલ, એ 26 અને 27 એપ્રિલના રોજ ગુરુગ્રામના એક ડૉક્ટર પાસેથી 30 લાખ રૂપિયામાં NEET પરીક્ષાનું પેપર ખરીદ્યું હોવાનો આરોપ છે. ત્યાર બાદ દિનેશ બિવાલે પેપર તેમના પુત્રને આપી દીધું, જે સીકરમાં રહેતો હતો અને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. તપાસ એજન્સીઓનો દાવો છે કે 29 એપ્રિલના રોજ આ જ પેપર ઘણા અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓને વહેંચવામાં આવ્યું હતું.
દિનેશ બિવલના પરિવારના ચાર વિદ્યાર્થીઓ ગયા વર્ષે NEET માટે પસંદ થયા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો કે તેમને લગભગ એક મહિના અગાઉ માહિતી મળી હતી કે પરીક્ષાનું પેપર લીક થશે અને તે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથા તેઓએ પહેલેથી જ તૈયારી કરી હતી.
આ કેસમાં વધુ એક મોટો ખુલાસો દેહરાદૂનથી ધરપકડ કરાયેલા આરોપી રાકેશ કુમાર માંડવરિયા અંગે થયો છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, રાકેશે આશરે 700 વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રનું આપ્યું હતુ, પ્રશ્નપત્ર પહેલા ડિજિટલી મોકલવામાં આવ્યું હતું અને પછી છાપીને વેચવામાં આવ્યું હતું. તપાસ એજન્સીઓ હવે એવા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓળખવા માટે કામ કરી રહી છે જેમણે પ્રશ્નપત્ર મેળવવા માટે કથિત રીતે પૈસા ચૂકવ્યા હતા.














