ઝિમ્બાબ્વેમાં 95 લોકોને લઈને જતી હોડી પલટી
કરીબા તળાવ ઝિમ્બાબ્વેની ઝામ્બિયા સાથેની સરહદ પર સ્થિત છે
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે લગભગ 60 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે
હરારેઃ ઝિમ્બાબ્વેના કરીબા તળાવમાં 95 મુસાફરોને લઈને જતી હોડી પલટી જતા 15 લોકોનાં મોતની આશંકા છે અને 20 થી વધુ લોકો ગુમ છે. પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં અનુસાર, મંગળવારે ઝિમ્બાબ્વેના કરીબા તળાવ પર આ મોટો અકસ્માત થયો હતો. ઉત્તરી શહેર કરીબા અને અનેક ટાપુઓ અને માછીમારી શિબિરો વચ્ચે પરિવહન પૂરું પાડતી આ હોડી જોરદાર મોજાઓથી અથડાઈને પલટી ગઈ હતી














