બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયા આવવાનું આમંત્રણ આપ્યું હતું. મોદીએ આ નિમંત્રણ સ્વીકારી લીધું છે. આ મુલાકાત 24મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે થશે. જો કે, સમિટની તારીખ નક્કી થઈ નથી. વિદેશ મંત્રાલયના જણાવ્યાં અનુસાર, બંને દેશોની પરસ્પર અનુકૂળતા મુજબ રાજદ્વારી માધ્યમો દ્વારા તારીખ નક્કી કરવામાં આવશે.
Delighted to meet President Putin in Delhi, less than two weeks after our meeting in Bishkek.
During today’s meeting we talked about:
Closer trade ties, including implementation of the Programme for Economic Cooperation 2030.
Cooperation in areas like infrastructure, energy,… pic.twitter.com/nLaMDxnDEc
— Narendra Modi (@narendramodi)
વડાપ્રધાન મોદીએ યુક્રેન સંઘર્ષ અંગે ભારતનું વલણ ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું. મોદીએ કહ્યું કે સંઘર્ષોનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા જ લાવી શકાય છે. તેમણે ભારત તરફથી શાંતિના પ્રયાસોમાં મદદ કરવાની રજૂઆત કરતાં જણાવ્યું કે ભારત યુક્રેન સંઘર્ષનો અંત લાવવાના પ્રયાસોમાં સહયોગ આપવા તૈયાર છે. વાતચીતમાં પશ્ચિમ એશિયા અને બ્લેક સી ક્ષેત્રના સંઘર્ષોથી દરિયાઈ વેપાર અને ભારતીય નાવિકોની સુરક્ષા પર પડી રહેલી અસર અંગે પણ ચર્ચા થઈ હતી.
મોદી અને રાષ્ટ્રપતિ પુતિને ભારતમાં પ્રથમ વખત આયોજિત 'ઇનોપ્રોમ ઇન્ડિયા' પ્રદર્શનની મુલાકાત લીધી હતી. બંનેએ ત્યાં હાજર રહેલા પ્રતિભાગીઓ સાથે વાતચીત કરી હતી. નેતાઓએ જણાવ્યું કે આવા આયોજનો ભારત અને રશિયા વચ્ચેના વેપાર અને ઔદ્યોગિક સંબંધોને વધુ વિસ્તારવામાં મદદ કરી શકે છે. પ્રદર્શન દ્વારા બંને દેશોની કંપનીઓ વચ્ચે સહયોગ અને વેપારની નવી તકો વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આનાથી ભારત-રશિયા આર્થિક ભાગીદારીને આગળ વધારવાના પ્રયાસોને પણ બળ મળવાની અપેક્ષા છે.
ரஷ்ய அதிபர் புதினுக்கு தெய்வப்புலவர் திருவள்ளுவரின் திருக்குறள் ரஷ்ய மொழிபெயர்ப்பு பிரதியை பரிசளித்தேன். திருக்குறள் தேச எல்லைகள், மொழிகளைக் கடந்த திருவள்ளுவரின் அளப்பரிய ஞானத்தைப் பறைசாற்றுகிறது. pic.twitter.com/7bNWMcMTH7
— Narendra Modi (@narendramodi)