નવા વડાપ્રધાનના નામને લઇને ચર્ચાઓ શરૂ
ટર્મ પુરી થતા પહેલા જ આપી દીધું રાજીનામું
લંડનઃ બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પદ છોડ્યાં બાદ તેમણે જણાવ્યું કે આ નિર્ણય દેશના હિતમાં લેવામાં આવ્યો છે. વિતેલા 10 વર્ષમાં સ્ટાર્મર એવા છઠ્ઠા વડાપ્રધાન છે, જેમણે પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં પદ છોડ્યું છે. સ્ટાર્મર પહેલાં અન્ય પાંચ વડાપ્રધાનોએ પણ કાર્યકાળ પૂર્ણ થયા પહેલાં જ રાજીનામું આપી દીધું હતું.
કન્ઝર્વેટિવ પાર્ટી વિરુદ્ધ લેબર પાર્ટીના રાજકારણ વાળા આ દેશમાં આગામી વડાપ્રધાન તરીકે લેબર પાર્ટીના નેતા એન્ડી બર્નહેમનું નામ સામે આવી રહ્યું છે. જો કે, આ રાજકીય ઉથલ પાથલ વચ્ચે અન્ય ઉમેદવારો કોણ હશે, તેને લઈને પણ રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. રસપ્રદ વાત એ પણ છે કે રાજીનામા પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો હતો કે બ્રિટિશ વડાપ્રધાન પોતાનું પદ છોડવાના છે.














