જમ્મુ-કાશ્મીરઃ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને પત્રકાર નિધી રાઝદાનના લગ્નની જાહેરાત બાદ ધાર્મિક વિવાદ સામમે આવ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ આ લગ્નને ઇસ્લામિક શરિયા મુજબ અયોગ્ય ગણાવીને વિરોધ નોંધાવ્યો છે.

મૌલાનાના જણાવ્યાં મુજબ ઇસ્લામિક ધાર્મિક નિયમો મુજબ નિકાહ માટે  શરતોનું પાલન જરૂરી છે.  ઓમર અબ્દુલ્લા મુસ્લિમ છે નિધિ રાઝદાન મુસ્લિમ ન હોવાથી આ લગ્નને શરિયા મુજબ માન્ય ગણાશે નહીં.