મોસ્કોઃ રશિયા અને યુક્રેનનું યુદ્ધ હજુ પણ ભયાનક બની રહ્યું છે, અમેરિકાની સલાહની અવગણના કરીને યુક્રેને ફરી એક વખત રશિયામાં મોટા હુમલા કર્યાં છે.

નિઝની નોવગોરોડની ક્સ્ટોવો રિફાઇનરી, સમારાની રોસ્નેફ્ટ રિફાઇનરીમાં જોરદાર  આગ લાગી છે, કારણ કે અહીં ડ્રોન હુમલા કરાયા છે. સામે ઝેલેન્સ્કીએ રશિયાના અનેક સૈનિકોના મોતનો દાવો કર્યો છે અને રશિયાને અબજો ડોલરનું નુકસાન કર્યાનો દાવો કર્યો છે.

આ પહેલા અહેવાલ આવ્યો હતો કે યુક્રેન અમેરિકાના દબાણ સામે ઝૂકી ગયું છે અને રશિયન ઓઇલ રિફાઇનરીઓ પર હુમલા રોકવા તૈયાર થઇ ગયું છે, પરંતુ ફરીથી યુક્રેને ડ્રોન હુમલા શરૂ કરી દીધા છે.

આ મામલે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું કે,રશિયા દ્વારા યુક્રેનના શહેરી ઊર્જા મથકો પર થઈ રહેલા  મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો જવાબ આપવા માટે તેમને સામે હુમલા કર્યા છે, પહેલા શરૂઆત રશિયાએ કરી હતી, જેથી અમે તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. ઝેલેન્કીએ દાવો કર્યો છે કે અમે રશિયાના હજારો સૈનિકોને માર્યા છે અને ઘાયલ કર્યા છે, ત્યારે હવે રશિયા પણ યુક્રેન પર વળતા હુમલા કરશે તેવા અહેવાલ સામે આવી રહ્યાં છે.