સાણંદઃ વિંછીયા ગામમાં એક પિતાએ પોતાના 10 વર્ષના માસૂમ દીકરાને રાતના સમયે માતાજીની દેરી પાસે પછાડીને નિર્દયતાથી હત્યા કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ આરોપી પિતા બાળકના મૃતદેહને ખાટલામાં મૂકીને તેની બાજુમાં જ સૂઈ ગયો હતો, જેની જાણ થતાં માતાને થતા તાત્કાલિક ઘરે દોડી આવીને સાણંદ પોલીસ મથકમાં પોતાના પતિ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ ગ્રામ્યના સાણંદ સ્થિત વિંછીયા ગામમાં રહેતા 37 વર્ષીય ભારતીબેન પટેલ 10 દિવસ પૂર્વે પતિ નરેશના ત્રાસ અને મારપીટથી કંટાળીને તેમના પિયર ચાલ્યા ગયા હતા, પરંતુ એકના એક પુત્ર કરણની પરીક્ષા હોવાથી તેને પિતા પાસે જ મૂક્યો હતો. ત્યાર બાદ 1 નવેમ્બરની સાંજે તેમના પર પાડોશીનો ફોન આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું કે નરેશે પુત્ર કરણને લાકડીથી માર માર્યો છે, ચિંતિત ભારતીબેન તાત્કાલિક વિંછીયા આવવા રવાના થયા હતા.