Fact Check: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીત બાદ મેટ્રોના ભાડામાં વધારાની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ દાવો ખોટો છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને પણ વાયરલ થયેલા દાવાને નકારી કાઢ્યો છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 70માંથી 48 બેઠકો જીતી હતી. આ ઐતિહાસિક જીત સાથે ભાજપ 27 વર્ષ બાદ દિલ્હીમાં પોતાની સરકાર બનાવવા જઈ રહી છે. જોકે, ભાજપ દ્વારા હજુ સુધી દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જ્યારે આમ આદમી પાર્ટીની હાર થઇ છે.

દરમિયાન ભાજપ સરકાર આવ્યાં બાદ દિલ્હી મેટ્રોનું ભાડું વધારવાનો દાવો ચર્ચામાં છે. એક્સ પર ગ્રાફિક શેર કરતા એક યુઝરે લખ્યું, દિલ્હીમાં બિપ્ટા શરૂ થઈ ગયા છે, બીજેપીએ મેટ્રોનું ભાડું વધાર્યું છે. નવી દિલ્હી સરકાર તરફથી નવી ભેટ.

પોસ્ટની આર્કાઇવ લિંક. અન્ય એક દાવામાં કહેવાયું છે કે મેટ્રોનું ભાડું જે પહેલા 60 રૂપિયા હતું તે વધીને 90 રૂપિયા થઈ ગયું છે અને મહિલાઓ માટે મફત બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.