ફેક્ટ ચેક: દિલ્હીના પોલીસકર્મીઓના વિરોધ પ્રદર્શન સાથે જોડીને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો હકીકતમાં ગુજરાતના ગાંધીનગરનો છે. વીડિયોમાં દિલ્હી પોલીસ નહીં, પરંતુ પોતાની વિવિધ માંગણીઓને લઈને વિરોધ કરી રહેલા વન વિભાગના કર્મચારીઓ જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો ઇન્કલાબ ઝિંદાબાદના નારા લગાવતા જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો દિલ્હીમાં પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો છે. જો કે, ગુજરાત પોસ્ટ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે.

હકીકતમાં આ વીડિયો ગુજરાતના પાટનગર ગાંધીનગરનો છે, જ્યાં વન વિભાગના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા.

શું છે સમગ્ર મામલો ?