Gujaratpost Fact Check: પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં લોકોનો ધર્મ પૂછીને નરસંહાર કર્યો હતો. જેમાં 26 લોકોની હત્યા કરી નાખવામાં આવી હતી. જેની સામે ભારતે આતંકવાદીઓ અને તેમના આકાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. બંને દેશો વચ્ચે યુદ્ધના માહોલ વચ્ચે સોશિયલ મીડિયામાં નકલી સમાચાર વાયરલ થઈ રહ્યાં છે. પાકિસ્તાન સમર્થિત ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ દાવો કરી રહ્યાં છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના વડાને પદ પરથી દૂર કરવામાં આવ્યાં છે. પરંતુ પાકિસ્તાનીઓનો આ દાવો સંપૂર્ણપણે ખોટો સાબિત થયો છે.

શું વાયરલ થઈ રહ્યું છે ?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાકિસ્તાન તરફી તત્વો દાવો કરી રહ્યાં છે કે પહેલગામમાં થયેલા હુમલા દરમિયાન ગુપ્તચર નિષ્ફળતાને કારણે ભારતે સેનાના ઉત્તરી કમાન્ડના વડાને હટાવી દીધા છે. તૈમુર મલિક નામના યુઝરે X પર લખ્યું - ગુપ્તચર નિષ્ફળતા પછી ભારતે ઉત્તરી કમાન્ડના વડાને હટાવ્યાં. મોટી ગુપ્તચર નિષ્ફળતા બાદ, ભારતીય સેનાના કમાન્ડમાં મોટા ફેરફાર, ભારતે ઉત્તરી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ સુચિન્દ્ર કુમારને બરતરફ કરી નાખ્યાં છે. ઉતાવળમાં લેવાયેલા પગલામાં,વર્તમાન ડીસીઓએએસ (સ્ટ્રેટેજી) લેફ્ટનન્ટ જનરલ પ્રતિક શર્માને દિલ્હીથી હવાઇ જહાજ દ્વારા કાર્યભાર સંભાળવા માટે બોલાવવામાં આવ્યાં છે.

ગુજરાત પોસ્ટ ન્યૂઝની તપાસ