- ગુજરાતના કરદાતાઓ સમયસર રિટર્ન ભરવાની બાબતમાં સમગ્ર દેશમાં છેલ્લાં 5 વર્ષથી પ્રથમ ક્રમે
- નિકાસ કરેલા માલના રિફંડના દાવાઓ ઉપર મર્યાદા દૂર કરાઇ
ગાંધીનગરઃ નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જી.એસ.ટી. કાઉન્સિલની 56મી બેઠકની ભલામણોનેેે આધારે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓ સાથે સુસંગતતા જાળવીનેે જી.એસ.ટી. સુધારા વિધેયક રજૂ કર્યું હતું. જેને વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. આ સુધારા વિધેયકની જરૂરિયાત અંગે નાણામંત્રીએ જણાવ્યું કે, જી.એસ.ટી. કાયદામાં કરવામાં આવેલા સરળીકરણના પરિણામે ગત નાણાંંકીય વર્ષ દરમિયાન ગુજરાતમાં 99.6 ટકા રિટર્ન નિયમિત સમય મર્યાદામાં ભરાયું છે. જે રાષ્ટ્રીય સરેરાશથી સૌથી વધુ છે. ગુજરાત રાજ્યના કરદાતાઓ સમયસર રિટર્ન ભરવાની બાબતમાં સમગ્ર દેશમાં છેલ્લાં 5 વર્ષથી પ્રથમ ક્રમે છે.
તેમણે કહ્યું કે, જી.એસ.ટી. 2.0 હેઠળ વેરાના દરમાં સુધારાઓ થકી સામાન્ય નાગરિકોને રાહત આપવામાં આવી છે. કેન્સર જેવી ગંભીર બીમારીની સારવાર માટે વપરાતી દવાઓ, વ્યક્તિગત મેડિક્લેમ અને વ્યક્તિગત જીવન વીમા પ્રીમિયમને જી.એસ.ટી.માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. જ્યારે બટર, ઘી, સાબુ, શેમ્પૂ, ખેતી માટે ટ્રેક્ટર અનેેેે તેના પાર્ટ્સ, બિયારણ સાધનો, અન્ય મશીનરીઓ, સ્ટેશનરી, વોટર કલર તેમજ રમત-ગમતના સાધનો વગેરે પર વેરાના દરો ઘટાડવામાં આવ્યાં છે.
આ સુધારા વિધેયકની વાત કરવામાં આવે તો, કલમ 15(3)(બી)માં સુધારા દ્વારા વેચાણ પછીના ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરવામાં આવી છે. વેચનાર દ્વારા ક્રેડિટ નોટ આપવામાં આવે અને ખરીદનાર દ્વારા તે ડિસ્કાઉન્ટ પર મેળવેલી વેરા શાખ કલમ 34 મુજબ રિવર્સ કરવામાં આવે તો વેચાણ કરનાર ડિસ્કાઉન્ટને વેચાણ મૂલ્યમાંથી બાદ કરી વેરાકીય જવાબદારીમાં ઘટાડાનો લાભ મેળવી શકશે. તેનાથી અનુપાલનનો બોજ ઘટશે અને અંતિમ ઉપભોક્તાને લાભ મળશે.

















