મહારાષ્ટ્રઃ સોલાપુર જિલ્લાના માલશિરસમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મ્હાસવાડ-પંઢરપુર રોડ પર તાંડુવાડી ગામ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિકઅપ ગાડી અચાનક રસ્તા પાસે આવેલા કૂવામાં ખાબકી હતી, જેમાં અત્યાર સુધીમાં 14 લોકોનાં મોત થઇ ગયા છે.
ભારત
મહારાષ્ટ્રના સોલાપુરમાં ભયાનક અકસ્માત, ગાડી રોડ પાસેના કૂવામાં ખાબકતા 14 શ્રદ્ધાળુઓનાં મોત
મહારાષ્ટ્રઃ સોલાપુર જિલ્લાના માલશિરસમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મ્હાસવાડ-પંઢરપુર રોડ પર તાંડુવાડી ગામ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિકઅપ ગાડી અચાનક રસ્તા પાસે આવેલા કૂવામાં ખાબકી હતી, જેમાં અત્યાર સ

મૃતકો પંઢરપુરના રંજની ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. શ્રદ્ધાળુઓ મ્હાસવાડમાં સિદ્ધનાથના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને જ્યારે તેઓ પિકઅપ ગાડીમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે તાંડુવાડી ગામ પાસે આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે સ્થાનિક લોકોના મોટા ટોળા ઉમટી પડ્યાં હતા અને પોલીસનો કાફલો, મેડિકલની ટીમો આવી પહોંચી હતી.
ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો હતો. રસ્તાની બિલકુલ કિનારે આવેલો આ કૂવો પાણીથી ભરેલો હતો અને તેની આસપાસ કોઈ સુરક્ષા રેલિંગ પણ ન હતી. જેથી ગાડી કૂવામાં પડી હતી.
આ પણ વાંચો
ભારત
અતિ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું અર્નબ, 28 ઓક્ટોબરે આંધ્રના દરિયાકાંઠે લેન્ડફોલ

ભારત
Mumbai news:મુંબઈમાં ત્રણ ગુજરાતીઓની સામૂહિક આત્મહત્યા, આર્થિક સંકટથી કંટાળીને ઝેર ગટગટાવ્યું

ભારત
રૂ.15 લાખની લાંચનો પર્દાફાશઃ ઇન્કમટેક્સ વિભાગના આ બાબુના ઘરેથી મળ્યાં 11 લાખ રૂપિયા રોકડા

ભારત
અર્નબ વાવાઝોડાનો કહેર, અંદાજે 300 થી વધુ ગામોમાં ભારે વરસાદ, ઓડિસ્સા, આંધ્રમાં તબાહીના દ્રશ્યો


ભારત
અતિ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું અર્નબ, 28 ઓક્ટોબરે આંધ્રના દરિયાકાંઠે લેન્ડફોલ

ભારત
Mumbai news: મુંબઈમાં ત્રણ ગુજરાતીઓની સામૂહિક આત્મહત્યા, આર્થિક સંકટથી કંટાળીને ઝેર ગટગટાવ્યું

ભારત
રૂ.15 લાખની લાંચનો પર્દાફાશઃ ઇન્કમટેક્સ વિભાગના આ બાબુના ઘરેથી મળ્યાં 11 લાખ રૂપિયા રોકડા

ભારત








