- કોલકાતામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યો
- મોદીએ તાડાસન, અર્ધચક્રાસન, ભદ્રાસન અને ત્રિકોણાસન કર્યા
- આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને સામૂહિક યોગ અભ્યાસ કરવામાં આવ્યો હતો
કોલકાતાઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને માનવતાને જોડતું માધ્યમ ગણાવતા કહ્યું કે, આજે યોગ દુનિયાનો સૌથી મોટો સામુદાયિક ઉત્સવ બની ગયો છે. કોલકાતામાં આયોજિત 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં વડાપ્રધાને જણાવ્યું કે, યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે માનવ આત્માની અભિવ્યક્તિ છે. તેમણે લોકોને યોગને માત્ર કોઈ ખાસ દિવસ પૂરતો સીમિત ન રાખવા અને તેને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાની અપીલ કરી હતી. દરમિયાન વડાપ્રધાને વધતી ઉંમરે પણ ફિટ અને ઉર્જાવાન રહેવા માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યાં હતા.













