તહેરાનઃ મધ્ય પૂર્વ ફરી એકવાર યુદ્ધની જ્વાળાઓમાં ફસાઈ ગયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામનો ભંગ થઇ ગયો છે, અને બંને રાષ્ટ્રોએ એકબીજાના ટાર્ગેટ પર હુમલા ફરી શરૂ કરી દીધા છે. આ સંઘર્ષ ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ પર અસર કરી રહ્યો છે. ઈરાને આ પ્રદેશમાં તેલ ટેન્કરો પર હુમલો કર્યો છે. ઈરાની મિસાઈલ હુમલામાં 1 ભારતીય નાગરિકનું મોત થયું છે. યુએઈના સંરક્ષણ મંત્રાલયે આ ઘટના અંગે વિગતો આપી છે.
ભારતીય નાગરિકનું મોત આવી રીતે થયું
યુએઈના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે ઈરાની ક્રુઝ મિસાઈલોએ તેના જહાજોને નિશાન બનાવ્યાં હતા. યુએઈના જણાવ્યાં અનુસાર, ઈરાની મિસાઈલોએ દક્ષિણ ચેનલમાં બે યુએઈ ટેન્કરો પર હુમલો કર્યો હતો, જેના પરિણામે એક નાવિકનું મોત થયું હતું. ઈરાની ક્રુઝ મિસાઈલોએ ઓમાનીના પાણીમાં દક્ષિણ લેનમાંથી પસાર થઈ રહેલા ટેન્કરો મોમ્બાસા અને બહિયાને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં મોમ્બાસામાં સવાર એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું હતું અને 8 અન્ય ઘાયલ થયા હતા, જેમાંથી ચારની હાલત ગંભીર છે. ઘાયલોમાં છ ભારતીયો અને બે યુક્રેનિયન નાગરિકોનો સમાવેશ થાય છે.
અમને જવાબ આપવાનો અધિકાર છે - UAE














