File Photo
- ભારતમાં પેટ્રોલ-ગેસની કિંમતમાં વધારો થઈ શકે
- ઈરાનની હોર્મુઝ સ્ટ્રેટને અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત

File Photo
વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે જંગ ફરી એકવાર તેજ થઈ ગઈ છે. અમેરિકાએ આ અઠવાડિયે ત્રીજી વખત ઈરાન પર મોટા હુમલા કર્યા છે, સામે ઇરાને પણ જવાબ આપ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટને અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. જેના કારણે ભારતમાં ફરી પેટ્રોલના ભાવ વધી શકે છે. ગેસની કિંમતમાં પણ વધારો થઈ શકે છે. ઈરાની મીડિયાના જણાવ્યાં અનુસાર, કેટલાય દરિયાકાંઠાના શહેરોમાં વિસ્ફોટો થયા છે. બીજી તરફ, IRGC એ અમેરિકી હુમલાનો જવાબ આપવાની અને અખાતી વિસ્તારમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની ચેતવણી આપી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ખુલ્લા સૈન્ય યુદ્ધનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડએ આ અઠવાડિયે ઈરાન પર ત્રીજા તબક્કાના હુમલાની પુષ્ટિ કરી છે. બીજી તરફ, ઈરાને દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક એવા હોર્મુઝ સ્ટ્રેટને અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી છે.
ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, બંદર અબ્બાસ, સિરિક, ચાબહાર, બંદર-એ-દેર અને અસાલુયેહ સહિત કેટલાય દરિયાકાંઠાના શહેરોમાં વિસ્ફોટો થયા છે. આ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ મોજતબા ખામેનેઈએ તેમના પિતા અલી ખામેનેઈના મોતનો બદલો લેવાની ફરીથી વાત કરી છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં વધી રહેલા તણાવની અસર વૈશ્વિક તેલ પુરવઠા, દરિયાઈ વેપાર અને સમગ્ર મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) ની સુરક્ષા પર પડી શકે છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ એ જણાવ્યું છે કે આ અઠવાડિયે ઈરાન પર ત્રીજા તબક્કાના હુમલા કરાયા છે. CENTCOM ના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટમાં સાયપ્રસના ધ્વજવાળા જહાજ પર થયેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાનો દાવો છે કે આ વખતે અંદાજે 140 સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યાં છે, જેમાં મિસાઈલ અને ડ્રોન સાઇટ્સ, નૌકાદળના મથકો, દારૂગોળાના ભંડાર, કોમ્યુનિકેશન નેટવર્ક અને દરિયાકાંઠાના સર્વેલન્સ કેન્દ્રો સામેલ છે.







