વોશિંગ્ટનઃ અમેરિકાની એક કોર્ટે જાતીય શોષણના કેસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો માર્યો છે. કોર્ટે તેમને લેખક ઇ. જીન કેરોલને 50 લાખ ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ટ્રમ્પને લેખકનું જાતીય શોષણ અને બદનામ કરવા બદલ જવાબદાર ઠેરવ્યાં છે.
ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન લેખક ઇ. જીન કેરોલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોએ સનસનાટી મચાવી દીધી હતી. આરોપો સામે આવ્યા પછી, ટ્રમ્પે કેરોલને વિચિત્ર અને પ્રસિદ્ધિના ભૂખ્યા ગણાવીને બરતરફ કરી દીધા હતા. બુધવારે, એક કોર્ટે ટ્રમ્પને લેખક ઇ. જીન કેરોલના જાતીય શોષણ અને માનહાનિ માટે જવાબદાર ઠેરવ્યાં બાદ તેમને 50 લાખ ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
ગયા અઠવાડિયે યુએસ સુપ્રીમ કોર્ટે મે 2023 ના મૂળ ચુકાદા સામે ટ્રમ્પની અપીલ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં જાતીય શોષણ માટે $2 મિલિયન અને બદનક્ષીભર્યા નિવેદનો માટે $3 મિલિયન ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
સમગ્ર મામલો શું છે ?














