- પ્રાંતિજમાં ભાજપ પાસે 24 પૈકી 19 બેઠકો
સાબરકાંઠા: પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. પાલિકાના મહિલા પ્રમુખ અને તેમના પતિની મનમાનીથી કંટાળીને ભાજપના 15 કોર્પોરેટરોએ એક સાથે રાજીનામા ધરી દેતા ભાજપ સંગઠન ચોંકી ઊઠ્યું છે. તમામ સભ્યોની સહીઓ વાળો આ રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ભારે હોબાળો મચી ગયો છે.













