- મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં
- ભારતીય કિસાન યુનિયન રાજ્યોમાં પોલીસ સ્ટેશનોનો ઘેરાવ કરશે
મોરબીઃ જેતપર ગામે વીજળીના પોલ નાખવા મુદ્દે બે મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોની મુલાકાતે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય નેતા રાકેશ ટીકૈત આવ્યાં હતા. તેમણે ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં આંદોલન દબાવવાના પ્રયાસો થતા આવ્યા છે, પરંતુ હવે અહીંના ખેડૂતો જાગૃત થઈને અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છે. જો ગુજરાત સરકાર ખેડૂતો પર લાઠીચાર્જ કે અત્યાચાર કરશે, તો ભારતીય કિસાન યુનિયન અન્ય રાજ્યોમાં પોલીસ સ્ટેશનો અને જિલ્લા મથકોનો ઘેરાવ કરશે તથા જરૂર પડે દિલ્હી તરફ કૂચ કરશે.













