વોશિંગ્ટન: કેલિફોર્નિયાના ફ્રેસ્નોમાં સિએરા સ્કાય પાર્ક એરપોર્ટ નજીક એક નાનું વિમાન ક્રેશ થતાં બે લોકોનાં મોત થયા છે અને બે લોકોની હાલત ગંભીર છે.
ફ્રેસ્નો ફાયર ડિપાર્ટમેન્ટે પુષ્ટિ આપી છે કે ઉત્તર પશ્ચિમ ફ્રેસ્નોમાં સિએરા સ્કાય પાર્ક એરપોર્ટ નજીક બ્લાઇથ એવન્યું નજીક વિમાન ક્રેશ થયું હતું. જેમાં બે લોકોના મોત થયા છે, જ્યારે બચી ગયેલા બે લોકોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે, જેમની હાલત ગંભીર છે.













