થાઈલેન્ડની નોન્થાબુરી સ્કૂલમાં વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો
ઘટના બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી
બેંગકોકઃ થાઈલેન્ડની રાજધાની બેંગકોકની ઉત્તરે આવેલી એક હાઈસ્કૂલમાં ગોળીબારમાં પાંચ શિક્ષકોની હત્યા કરનાર શૂટરે તેના દાદા-દાદીની હત્યા કરી હતી. થાઈલેન્ડ સરકારે જણાવ્યું હતું કે ઘરમાં મૃતદેહો મળ્યાંં હતા.
થાઇલેન્ડના આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે નવમા ધોરણમાં ભણતા 14 વર્ષના વિદ્યાર્થીએ પહેલા તેના દાદા-દાદીની ગોળી મારીને હત્યા કરી, પછી થાઇલેન્ડના નોન્થાબુરી પ્રાંતમાં ડેબસિરિન સ્કૂલની નોન્થાબુરી શાખામાં ગયો અને પાંચ શિક્ષકોની હત્યા કરી. ત્યારબાદ કિશોરે આત્મહત્યા કરી લીધી હતી.














