વોંશિગ્ટનઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ વધુને વધુ ગંભીર બની રહ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) શનિવારે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ હેઠળ અમેરિકી સેનાએ ઈરાન વિરુદ્ધ વધુ એક મોટું હવાઈ અભિયાન શરૂ કર્યું છે.
જોર્ડનમાં 2 સૈનિકોના મોતથી અમેરિકા ભડક્યું, ઈરાન પર કરી એર સ્ટ્રાઇક

એક સત્તાવાર નિવેદનમાં સેન્ટકોમ (CENTCOM) એ જણાવ્યું કે, કમાન્ડર-ઇન-ચીફના આદેશ પર, યુએસ દળોએ ઈરાન પર ફરી હવાઈ હુમલાની કાર્યવાહી શરૂ કરી છે. આ હુમલાઓનો ઉદ્દેશ હોર્મુઝની સામુદ્રધુનીમાં વ્યાપારી જહાજો માટે જોખમ ઊભું કરવાની ઈરાનની ક્ષમતાને વધુ નબળી પાડવાનો છે. તેનો હેતુ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના તે દળોને તાત્કાલિક અને કડક પાઠ ભણાવવાનો છે, જેમણે ગઈકાલે રાત્રે જોર્ડનમાં યુએસ સૈનિકો પર હુમલો કર્યો હતો.
અમેરિકાનો આરોપ છે કે શુક્રવારે રાત્રે જોર્ડનમાં અમેરિકન સૈનિકો પર થયેલા બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન હુમલા પાછળ IRGCનો હાથ હતો. અમેરિકન સેનાએ જણાવ્યું કે જોર્ડનમાં થયેલા ઈરાની હુમલા દરમિયાન બે અમેરિકન સૈનિકોનાં મોત થયાં હતાં, જ્યારે એક સૈનિક ગુમ છે. ચાર ઘાયલ સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સેન્ટકોમે (CENTCOM) જણાવ્યું હતું કે શહીદ થયેલા સૈનિકોની ઓળખ હાલમાં જાહેર કરવામાં આવશે નહીં. તેમના પરિવારોને જાણ કર્યા બાદ જ તેમના નામ જાહેર કરવામાં આવશે. સૈનિકોના મોત પર શોક વ્યક્ત કરતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, આ અત્યંત દુઃખદ ઘટના છે. તેમણે આપણા દેશની સેવા કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.
સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપતા યુએસ સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે લખ્યું, ઈશ્વર બહાદુર સૈનિકોને શાંતિ અર્પે. તેમનું બલિદાન અમારા સંકલ્પને વધુ દ્રઢ બનાવે છે. અમેરિકા દ્વારા કરવામાં આવેલા નવા હવાઈ હુમલાઓને પગલે પશ્ચિમ એશિયામાં તણાવ વધી ગયો છે. નિષ્ણાતોનું માનવું છે કે જો બંને દેશો વચ્ચે સૈન્ય કાર્યવાહી આ રીતે ચાલુ રહેશે, તો સમગ્ર ક્ષેત્ર મોટા સંઘર્ષમાં સપડાઈ શકે છે, જેનાથી વૈશ્વિક તેલ અને વેપાર સંકટ વધુ ઘેરું બની શકે છે.
આ પણ વાંચો
વૈશ્વિક તણાવ વચ્ચે મોટો પ્રસ્તાવઃ અમેરિકા સૈન્ય દબાણ હટાવે તો 7 દિવસમાં હોર્મુઝની ખાડી ખોલવા ઈરાન તૈયાર

યુએસ પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો, ફ્લાય દુબઈ ફ્લાઇટમાં આતંકવાદી કાવતરા પાછળ ઈરાનનો હાથ

મિલેટ્રી બેસમાં લાગી ભીષણ આગ, અનેક સૈનિકોના મોત, કેનેડિયન સંરક્ષણ પ્રધાને કહ્યું કે તેમણે ક્યારેય આટલું દુ:ખદ દ્રશ્ય જોયું નથી

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી મોટી રાહત, રશિયન તેલ પ્રતિબંધો માફ કર્યા, 100 ટકા ટેરિફનો ખતરો ટળ્યો


વૈશ્વિક તણાવ વચ્ચે મોટો પ્રસ્તાવઃ અમેરિકા સૈન્ય દબાણ હટાવે તો 7 દિવસમાં હોર્મુઝની ખાડી ખોલવા ઈરાન તૈયાર

યુએસ પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો, ફ્લાય દુબઈ ફ્લાઇટમાં આતંકવાદી કાવતરા પાછળ ઈરાનનો હાથ

મિલેટ્રી બેસમાં લાગી ભીષણ આગ, અનેક સૈનિકોના મોત, કેનેડિયન સંરક્ષણ પ્રધાને કહ્યું કે તેમણે ક્યારેય આટલું દુ:ખદ દ્રશ્ય જોયું નથી









