- આગના કારણે પરિવારને બહાર જ નીકળવાનો મોકો ન મળ્યો
- અમેરિકામાં વસતા ગુજરાતી સમાજમાં શોકનો માહોલ
નડિયાદ: અમેરિકાથી એક કરૂણ સમાચાર સામે આવ્યાં છે. મૂળ નડિયાદના વતની અને હાલ અમેરિકાના વુસ્ટર ખાતે રહેતા એક જ સુથાર પરિવારના ત્રણ સભ્યોના આગ દુર્ઘટનામાં મોત નિપજ્યાં છે. આ ભયાનક અકસ્માતમાં આખો પરિવાર હોમાઈ જતાં નડિયાદમાં રહેતા તેમના સ્નેહીજનો અને પરિવાર પર આભ ફાટી પડ્યું છે.













