ઝિમ્બાબ્વેઃ ઝિમ્બાબ્વેમાં કરીબા તળાવ પર એક ઓવરલોડેડ ફેરી પલટી જતાં 18 બાળકો સહિત 72 લોકોના મોત થયા છે. બચાવ ટીમોએ ઘણા મુસાફરોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મંગળવારે જોરદાર મોજામાં આ ફેરી પલટી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે 26 વધુ મૃતદેહો મળી આવ્યા હતા, જેનાથી મૃત્યુઆંક 72 થયો હતો.
ઝિમ્બાબ્વેમાં ફેરી હોડી પલટી જતાં 18 બાળકો સહિત 72 લોકોનાં મોત, બોટમાં 90 મુસાફરોને બદલે 153 મુસાફરો હતા

જૂની ફેરી કરીબા શહેરથી દેશના ઉત્તર પશ્ચિમમાં ગ્રામીણ અને માછીમાર સમૂદાયોમાં જઈ રહી હતી, જ્યાં રસ્તાઓ ખરાબ છે અને જાહેર પરિવહનનો અભાવ છે. અધિકારીઓએ જણાવ્યું નથી કે કેટલા લોકો તેમાં સવાર હતા અથવા કેટલા ગુમ છે. આ અકસ્માત મંગળવારે થયો હતો. જે બોટ પલટી ગઈ તે સરકારી એજન્સી દ્વારા સંચાલિત હતી. તેનો ઉપયોગ કરીબા તળાવની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી લોકોને કિનારે આવેલા કરીબા શહેરમાં લઈ જવા માટે થાય છે.
અંદાજ મુજબ મુસાફરોની સંખ્યા 153 સુધીની છે, જ્યારે અધિકારીઓ કહે છે કે ફેરીમાં 90 લોકોની ક્ષમતા છે. ઝિમ્બાબ્વેની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે 77 લોકોને બચાવી લેવામાં આવ્યાં હતા. 77 લોકોને તળાવના એક નાના ટાપુ પર લઈ જવામાં આવ્યાં હતા, અને તેમને બહાર કાઢવા માટે બોટ મોકલવામાં આવી હતી. મૃતકોમાંથી 16 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો પણ હતા, જેમાં સૌથી નાનું બાળક માત્ર એક વર્ષનું હતું.
કરીબા વિશ્વનું સૌથી મોટું માનવસર્જિત તળાવ છે.તે 1950 ના દાયકાના અંતમાં અને 1960 ના દાયકાની શરૂઆતમાં ઝામ્બેઝી નદી પર બંધ કરીને બનાવવામાં આવ્યું હતું. તે 200 કિલોમીટરથી વધુ સુધી ફેલાયેલું છે.
આ પણ વાંચો
કોંગોમાં વિમાન દુર્ઘટના, બે લશ્કરી અધિકારીઓ સહિત 14 લોકોનાં મોત થયા

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી મોટી રાહત, રશિયન તેલ પ્રતિબંધો માફ કર્યા, 100 ટકા ટેરિફનો ખતરો ટળ્યો

વૈશ્વિક તણાવ વચ્ચે મોટો પ્રસ્તાવઃ અમેરિકા સૈન્ય દબાણ હટાવે તો 7 દિવસમાં હોર્મુઝની ખાડી ખોલવા ઈરાન તૈયાર

સુદાનમાં 7 દિવસમાં બીજી વખત સોનાની ખાણ ધસી પડી, 11 કામદારોના મોત અને 30 ઘાયલ


કોંગોમાં વિમાન દુર્ઘટના, બે લશ્કરી અધિકારીઓ સહિત 14 લોકોનાં મોત થયા

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી મોટી રાહત, રશિયન તેલ પ્રતિબંધો માફ કર્યા, 100 ટકા ટેરિફનો ખતરો ટળ્યો

વૈશ્વિક તણાવ વચ્ચે મોટો પ્રસ્તાવઃ અમેરિકા સૈન્ય દબાણ હટાવે તો 7 દિવસમાં હોર્મુઝની ખાડી ખોલવા ઈરાન તૈયાર









