- એસ.જી. હાઇવે પર પાણી ભરાતા લોકો પરેશાન
- ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું, સૌરાષ્ટ્રમાં ઘટ્યું
- રાજ્યના 11 જિલ્લાઓમાં આજે યલો એલર્ટ જાહેર કરાયું
અમદાવાદ: શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. આજે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 137 જેટલા તાલુકાઓમાં મેઘમહેર થઈ હતી.
વલસાડ જિલ્લાના કપરાડા તુલાકમાં 3.9 ઇંચ, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં 3.15 ઇંચ, ડીસા તાલુકામાં 2.83 ઇંચ, વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકામાં 2.4 ઇંચ, લાખણીમાં 1.77 ઇંચ, મહેસાણામાં 1.77 ઇંચ, સુરત જિલ્લાના ઉમરપરા તાલુકામાં 1.73 ઇંચ, વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં 1.73 ઇંચ, બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં1.46 ઇંચ અને મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં 1.38 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદના સાયન્સ સિટી અને થલતેજ વિસ્તારમાં એક કલાકમાં 2 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જ્યારે વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર, ઘાટલોડિયા, અને ચાંદલોડિયામાં 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જ્યારે બોપલ, ઘુમા, સરખેજ, જોધપુર, સેટેલાઈટ, વાસણા, નવરંગપુરા, ન્યુ રાણીપ, આશ્રમરોડ, રાણીપ, દુધેશ્વર, મેમકો, શાહપુર, અસારવા અને હંસપુરામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.














