• આરોપીઓ સામાન્ય લોકોને નાણાંકીય લાભની લાલચ આપીને ફસાવતા હતા • બાવલુ પોલીસે 8 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી
મહેસાણા: ગુજરાતમાં સાયબર ગુનેગારો સામે પોલીસની કડક કાર્યવાહી વચ્ચે મહેસાણા જિલ્લાના કડીમાં એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો છે. કડી તાલુકાના મેડા આદરજ ગામના કેટલાક શખ્સો દ્વારા સંચાલિત આ રેકેટ મારફતે સામાન્ય નાગરિકોના બેંક ખાતાઓનો ઉપયોગ કરીને અંદાજે રૂ.6.15 કરોડથી વધુની રકમની ગેરકાયદે હેરાફેરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે બાવલુ પોલીસ મથકે 8 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી હતી.













