અમદાવાદ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો
સામાન્ય તીવ્રતાનો ભૂકંપ આવ્યો
અમદાવાદઃ શહેર નજીકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 2.6 ની તીવ્રતા નોંધાઈ હતી. વહેલી સવારે 4.39 વાગ્યે આ ભૂકંપનો આંચકો આવ્યો હોવાની માહિતી સામે આવી છે. જેનું કેન્દ્ર બિંદુ અમદાવાદથી 29 કીમી દૂર જમીનમાં 20 કી.મીની ઉંડાઈએ હોવાનું સામે આવ્યું છે.













