Fact Check: સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના નામે લખાયેલી એક પોસ્ટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે આઝમ ખાન માયાવતીના વખાણ કરે છે અને કહે છે કે ઉત્તર પ્રદેશમાં ફક્ત માયાવતી જ રાજકીય રીતે ભાજપનો સફાયો કરી શકે છે.

ગુજરાત પોસ્ટ ફેક્ટ ચેકે તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પોસ્ટ આઝમ ખાનના નામે એક નકલી એક્સ એકાઉન્ટમાંથી બનાવવામાં આવી હતી, જે અત્યારે ડિલીટ કરી દેવામાં આવી છે. તેમણે આવું કોઈ નિવેદન આપ્યું નથી.

વાયરલ પોસ્ટ શું છે ?

ઇન્સ્ટાગ્રામ યુઝર 5th_attend_chief_minister એ 18 નવેમ્બરના રોજ આ પોસ્ટ કરી હતી (આર્કાઇવ્ડ લિંક). તેણે એક એક્સ એકાઉન્ટમાંથી પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. પોસ્ટમાં પ્રોફાઇલ નામ આઝમ ખાન અને યુઝર આઈડી @AzamKhan1948 તરીકે દર્શાવવામાં આવ્યું છે. તેના પ્રોફાઇલ પિક્ચરમાં આઝમ ખાનનો ફોટો છે. તેમાં લખ્યું છે, માત્ર બહેન માયાવતી જ યુપીમાં ભાજપનો રાજકીય રીતે સફાયો કરી શકે છે. મારા સમૂદાયના લોકો બસપામાં જોડાઓ. જો તમારા મત યુપીમાં બસપાના મુખ્ય મતદારો સાથે જોડાઈ જાય, તો ભાજપ અદ્રશ્ય થઈ જશે.