Fact Check: પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ મહાકુંભની હજારો તસવીરો સામે આવી રહી છે. કેટલીક તસવીરો મહાકુંભની છે, પરંતુ સોશિયલ મીડિયા પર કેટલીક નકલી તસવીરો પણ શેર કરવામાં આવી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અઘોરી પોશાકમાં એક પુરુષ અને એક મહિલા લગ્ન કરતા જોવા મળે છે. લોકો દ્વારા આ વીડિયોને ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે અને હિંદુ સમૂદાયને ટોણો મારવામાં આવી રહ્યો છે. આ વીડિયો અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો મહાકુંભનો છે.
કયો દાવો વાયરલ થઈ રહ્યો છે ?
જ્યારે અમે તેની તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે વાયરલ દાવો સંપૂર્ણપણે ખોટો છે. વીડિયોને મહાકુંભ સાથે કોઈ સંબંધ નથી. ફેસબુક યુઝર આરતી ભાકરે 15 જાન્યુઆરીએ આ વાયરલ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, તનાતનિયા કી લીલા અતુલ્ય છે. મહાકુંભમાં કોઈને કોઈ અંશે ચોક્કસ જોવા મળે છે. આ વાયરલ પોસ્ટ ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવી છે. પરંતુ જ્યારે અમે આ વીડિયો પોસ્ટનું સત્ય જાણવાનો પ્રયાસ કર્યો તો અમને જાણવા મળ્યું કે આ પોસ્ટ જૂની છે, જે મહાકુંભ વિશે શેર કરવામાં આવી રહી છે.
હકીકત તપાસમાં કઈ માહિતી સામે આવી













