Fact Check: બિહાર ચૂંટણીના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ રસ્તા પર કોઇના પગમાં પડી રહેલો દેખાય છે.
આ ફોટો બિહારનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જમીન પર પડેલો આ માણસ બિહાર ચૂંટણીમાં કોઇ ઉમેદવાર છે અને આ રીતે જનતા પાસેથી મત માંગી રહ્યો છે. આ ફોટો કોઈ પ્રકારના ચૂંટણી પ્રચારનો હોય તેવું લાગે છે. આ ફોટો શેર કરતા એક યુઝરે લખ્યું, બિહાર ચૂંટણીના દ્રશ્યો.. જો તમે કામ કર્યું હોત, તો આજે તમારે પગે ના પડવું પડત..ઘણા લોકોએ આ ફોટોને બિહાર ચૂંટણી સાથે જોડીને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર શેર કર્યો છે.
પરંતુ ગુજરાત પોસ્ટ ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે આ મધ્યપ્રદેશનો 2020નો ફોટો છે. તેનો બિહાર ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી.
અમને સત્ય કેવી રીતે ખબર પડી ?













