તાપીઃ રાજકોટમાં દારુ પાર્ટી ઝડપાયા બાદ તાપીમાંથી 8 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. કાકરાપાર પોલીસને ફાર્મ હાઉસમાં જુગારીઓની માહિતી મળી હતી,તેને આધારે દરોડા કરવામાં આવ્યાં હતા.

દરોડામાં 8 શખ્સોની ધરપકડ કરીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરાઇ છે. અહીંથી પોલીસે રૂપિયા 12.19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ખાનગી ફાર્મ હાઉસમાં જુગારની પ્રવૃત્તિ કોણ ચલાવતું હતું અને આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી તે મામલે  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.