અમરેલીઃ દિવાળીના તહેવાર પહેલાં જ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. આકાશમાં છવાયેલા કાળા વાદળો, વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવને ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને પવનના કારણે મકાનના પતરા ઉડ્યા હતા અને વૃક્ષો ધરાશાયી થયાં હતા. વરસાદ વચ્ચે અમરેલી જિલ્લામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે.
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે 30 ઓક્ટોબરે બપોર બાદ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના ઘાંટવડ ગામમાં ભારે પવન ફૂંકાતા એક ખેડૂતના મકાનના પતરા ઉડી ગયા હતા.













