જામનગરઃ આજકાલ મોબાઇલ હેક કરીને રૂપિયા પડાવી લેવાના એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યાં છે, હવે હેકર્સે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલનું વોટ્સએપ એકાઉન્ટ હેક કરી લીધું હતુ.
હેકર્સે તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા પરિચિતોને મેસેજ મોકલીને રૂપિયાની માંગણી કરી હતી.આ મામલાની જાણ થતાં જ રાઘવજી પટેલે તેમના સંપર્કમાં રહેલા તમામ લોકોને કોઈ પણ પ્રકારના નાણાંકીય વ્યવહારો ન કરવા જણાવી દીધું હતુ.
નોંધનિય છે કે અગાઉ પણ આવી રીતે ફેસબુક અને વોટ્સએપ પર અનેક લોકો પાસે પૈસાની માંગ કરાઇ હોવા તેવા અનેક ગુનાઓ સાઇબર ક્રાઇમમાં દાખલ થયેલા છે, પરંતુ આ વખતે તો હેકર્સે પૂર્વ મંત્રીને નિશાન બનાવ્યાં છે.આવા કિસ્સાઓમાં સામાન્ય નાગરિકોના પણ વર્ષે લાખો રૂપિયા સાઇબર ગઠીયાઓ ખાઇ રહ્યાં છે. જો કે ગુજરાત સાઇબર પોલીસ પણ આવા અનેક ગઠીયાઓ સામે કાર્યવાહી કરી કરી છે.













