- મુખ્યમંત્રી વિદેશ પ્રવાસે અને ડેપ્યુટી સીએમ રીલ બનાવવામાં વ્યસ્ત: અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહાર
- રાજ્યમાં સિઝનનો 75.40 ટકા સરેરાશ વરસાદ, કચ્છમાં સૌથી ઓછો અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ
અમદાવાદ: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ ન પડતા જગતનો તાત ખેડૂત ગંભીર સંકટમાં મુકાયો છે. ચોમાસુ પાક સુકાઈ જવાની અણી પર હોવાથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, ત્યારે આ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.
વરસાદની ઘટ ધરાવતા જિલ્લાઓને તત્કાળ દુષ્કાળગ્રસ્ત જાહેર કરી, ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ તથા વીજબિલ સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરાઇ છે.
વિપક્ષના નેતા અમિત ચાવડાએ ભાજપ સરકારની નીતિઓની આકરી ટીકા કરતા જણાવ્યું કે, એક તરફ ધરતીપુત્રો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યાં છે, ત્યારે સત્તાધીશો તેમની વેદના સાંભળવાને બદલે અન્ય બાબતોમાં વ્યસ્ત છે. મુખ્યમંત્રી દિલ્હી અને વિદેશ પ્રવાસોમાં વ્યસ્ત છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી સોશિયલ મીડિયા પર રીલ બનાવવામાં મગ્ન છે. જો સરકારને રીલ બનાવવાનો શોખ હોય તો ખેડૂતોના ખેતરે જઈને બનાવે જેથી તેમની વાસ્તવિક પરિસ્થિતિ અને પીડા જાણી શકાય.

















