અંદાજે 5 કરોડ રૂપિયાનો ગાંજો ઝડપાયો
અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એક વખત હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે. બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા મુસાફરની બેગમાંથી આ નશાનો સામાન ઝડપાયો છે.

અંદાજે 5 કરોડ રૂપિયાનો ગાંજો ઝડપાયો
અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એક વખત હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે. બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા મુસાફરની બેગમાંથી આ નશાનો સામાન ઝડપાયો છે.
એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)અને અમદાવાદ કસ્ટમ્સ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 5.368 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે, અને કિંમત લાખો રૂપિયા થાય છે.
આરોપી થાઈ એરવેઝની ફ્લાઇટ મારફતે બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. તેની ટ્રોલી બેગની તલાશી લેવામાં આવી ત્યારે તેમાંથી કાળા કલરની પોલિથિનમાં ખૂબ જ ચાલાકીપૂર્વક પેક કરીને છુપાવેલા પાંચ પેકેટો મળી આવ્યાં હતા. તેની બેગમાં લીંબુ પણ ભરેલા હતાં.
કસ્ટમ્સની ટીમે જ્યારે ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા આ પદાર્થની તપાસ કરી ત્યારે તે ઉચ્ચ ગુણવત્તાનો હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું સામે આવ્યું હતુ, જેથી આરોપીની ધરપકડ કરી લેવાઇ છે. હાલમાં આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધનિય છે કે થોડા જ દિવસોમાં આ ત્રીજી વખત છે કે જ્યારે નશાનો આવો સામાન ઝડપાયો હોય, ખાસ કરીને બેંગકોંગથી આવતી ફ્લાઇટમાં આ ગાંજો આવતો હોય છે.







