Iran-US War: ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. મંગળવારે ઓમાનના દરિયાકાંઠે યુએસ આર્મીનું એક અપાચે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જો કે, તેમાં સવાર બંને પાઇલટનો બચાવ થયો હતો. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું હતું અને બદલો લેવાની ધમકી આપી હતી, અને હવે અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે.
ઈરાન હવાઈ હુમલાથી હચમચી ગયું
અમેરિકી સૈન્યએ વહેલી સવારે ઈરાનને હચમચાવી નાખ્યું છે. આ કાર્યવાહીમાં યુએસ દળોએ કેશમ ટાપુ, સિરિક, બંદર અબ્બાસ, કુહ-એ-મુબારક અને જસ્કને નિશાન બનાવ્યા હતા. યુએસ હુમલા પછી આ સ્થળોએ શક્તિશાળી વિસ્ફોટ થયા હતા. યુએસ સૈન્યએ ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, રડાર સ્થાપનો અને હોર્મુઝ સ્ટ્રેટ નજીકના લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યાં હતા.














