હોર્મુઝઃ ઈરાને ઓમાનના દરિયાકાંઠા નજીક હોર્મુઝની ખાડીમાં સાયપ્રસનો ધ્વજ ધરાવતા વેપારી જહાજ GFS Galaxy પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ એક ભારતીય નાગરિક ગુમ થયો છે અને શોધખોળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
અહેવાલો અનુસાર, હુમલા બાદ GFS Galaxy માં આગ લાગી હતી, જેના કારણે ક્રૂ સભ્યોએ જહાજ છોડવાની ફરજ પડી હતી. ભારત સરકારે પુષ્ટિ કરી છે કે જહાજ પર સવાર 11 ભારતીયોમાંથી 10 ને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક હજુ પણ ગુમ છે.
વિદેશ મંત્રાલય દ્વારા હુમલાની નિંદા
વિદેશ મંત્રાલયે ઓમાનના દરિયાકાંઠે જહાજ પર થયેલા હુમલા અંગે નિવેદન બહાર પાડ્યું છે. સવારે ઓમાનના દરિયામાં જહાજ GFS Galaxy પર થયેલા હુમલાની નિંદા કરી છે. જહાજ પર સવાર 11 ભારતીય નાગરિકોમાંથી અત્યાર સુધીમાં 10 ને બચાવી લેવામાં આવ્યાં છે, જ્યારે એક ભારતીય નાગરિક ગુમ હોવાના અહેવાલ છે.













