જૂનાગઢ: શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓની સુરક્ષા અને આત્મરક્ષણને લઈને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાનું એક આક્રમક નિવેદન સામે આવ્યું છે. તેમણે કન્યા શાળાની દીકરીઓમાં હિંમત જગાડતા જાહેરમાં મંચ પરથી આહ્વાન કર્યું છે, જો રસ્તા પર કે કોઈ ચોકમાં કોઈ અસામાજિક તત્વ છેડતી કરવાનો પ્રયાસ કરે છે તો કોઈની પણ ચિંતા કર્યા વગર તેને પાઠ ભણાવી દેજો, બાકીની તમામ જવાબદારી મારી છે.
છેડતી કરનારને બે લાફા મારી લેજો, બાકીની જવાબદારી મારી: જૂનાગઢના ધારાસભ્યની ચીમકી

જૂનાગઢની એન.બી. કાંબલીયા કન્યા વિદ્યાલય ખાતે વિશેષ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીકરીઓને સંબોધતા ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું કે, આપણે ઊભા હોઈએ ને તો 5 ફૂટ પછી કોઈ આવે ને તો એને શોર્ટ લાગે, એવો શોર્ટ લાગવો જોઈએ. અને આવી તાકાત એક-એક દીકરીઓની અંદર હોવી જોઈએ. દીકરી પાસે કોઈ ઊભું રહે ને તો 5 ફૂટથી આગળ કોઈ ના આવી શકે એટલું ડિસ્ટન્સ રાખવું જ જોઈએ.
દીકરીઓની સુરક્ષા માટે ધારાસભ્યે મંચ પરથી ગર્જના કરી હતી કે, તમને કોઈ હેરાન કરતું હોય, તો કોઈને કહેવાની જરૂર નથી, ત્યાં જ ઊભા રહીને બે મારી લેવાની, ગમે એ ચોક હોય, બાકીની જવાબદારી મારી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આપણી મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ પર્સનલ સ્પેસમાં ન આવવો જોઈએ અને દીકરીઓએ પોતાની સુરક્ષા માટે હવે અન્ય કોઈના ભરોસે બેસી રહેવાની બિલકુલ જરૂર નથી.
આ પણ વાંચો
ગુજરાતમાં 2027 ની વિધાનસભા ચૂંટણી વહેલી યોજાઈ શકે છે: મોરબીની ખેડૂત આક્રોશ મહાસભામાં તુષાર ચૌધરીનો દાવો

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર 4 લાખ રૂપિયા પડાવી લેવાનો આરોપ, પોલીસમાં થઇ અરજી

પિતાના પાર્થિવ દેહને કાંધ આપીને પુત્રી જેનીબેન ચોધાર આંસુએ રડી પડ્યાં, અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનું અવસાન

શંકરસિંહ વાઘેલાના જાતિવાદી નિવેદનથી આક્રોશ, પાટીદાર,બ્રહ્મ અને જૈન સમાજે કહ્યું માફી માંગો