મુંબઈઃ ક્રાઈમ બ્રાંચે સેક્સ વીડિયો મામલે અભિનેત્રી ગહના વશિષ્ઠની રવિવારે  ધરપકડ કરી હતી. એક્ટ્રેસ પર ઓનલાઇન પોર્નોગ્રાફી રેકેટ ચલાવવાનો આરોપ છે. કોર્ટે તેને બુધવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, હોટ એકટ્રેસના સેક્સ કાંડમાં સુરતના  યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે.  આ વ્યક્તિનું નામ તનવીર હાશ્મી છે. તે કેવી રીતે એક્ટ્રેસ સાથે સંપર્કમાં આવ્યો અને કોણ કોણ આ રેકેટમાં સંકળાયેલું છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

એક જાણીતા અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે, યંગ સ્ટ્રગલિંગ એક્ટ્રેસને સેક્સ માણવાના 15 થી 20 હજાર રૂપિયા ચુકવાતા હતા અને તેનો વીડિયો ઉતારી લેવાતો હતો, જે બાદ તેને પોર્ન વેબસાઇટ પર અપલોડ કરતી હતી. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગહના વશિષ્ઠે 87 એડલ્ટ વીડિયો શૂટ કર્યા અને તેને વેબસાઇટ પર અપલોડ કરીને તેની વેબસાઇટ પર અપલોડ કર્યાં હતા.જેને જોવા માટે સબ્સ્ક્રિપ્શનની જરૂર પડતી હતી. જે લોકોએ સબ્સ્ક્રાઇબ કરાવવું હોય તેમણે 2000 રૂપિયા ફી આપવી પડતી હતી, હાલમાં પોલીસ આ કેસની ઉંડી તપાસ કરી રહી છે.